Ahmedabad Video : પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ પહેલા કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થાપના કરાયેલા મંદિરનો કરાશે જીર્ણોદ્ધાર
દુનિયાના વધુ એક ઈસ્લામિક દેશમાં પાકિસ્તાનમાં સ્વામિનારાયણ મંદિરનો જીણોદ્ધાર થશે. 147 વર્ષ પહેલા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય કાલુપુર દ્વારા પાકિસ્તાનના કરાચીમાં સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
દુનિયાના વધુ એક ઈસ્લામિક દેશમાં પાકિસ્તાનમાં સ્વામિનારાયણ મંદિરનો જીર્ણોદ્ધાર થશે. 147 વર્ષ પહેલા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય કાલુપુર દ્વારા પાકિસ્તાનના કરાચીમાં સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.બંને દેશ વચ્ચે ભાગલા પડવાને કારણે વર્ષ 1948માં સમુદ્ર માર્ગે કૃષ્ણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનની બે મૂર્તિ પૈકીની એક મૂર્તિ રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં ખાણ ગામમાં પધરાવવામાં આવી હતી.
પાકિસ્તાનમાં સ્વામિનારાયણ મંદિરનું થશે નવનિર્માણ
હવે પાકિસ્તાનના કરાચીમાં સ્થિત સ્વામિનારાયણ ભગવાનના મંદિરના નવનિર્માણ માટે પ્લાન તૈયાર કરાયો છે.કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના બે સંત ડી. કે. સ્વામી અને ધર્મસ્વરૂપદાસજી કરાચીની મુલાકાત લેશે અને તેમના માર્ગ-દર્શનમાં મંદિરનો જીણોદ્ધાર કરાશે.મંદિર પરિસરમાં મહિલા ઉતારા ભવન, સત્સંગ સભા અને હોલ પણ બનાવાશે.
કાલુપુર મંદિરના બે સંતો કરાચી જશે
પાકિસ્તાનના કરાંચીમાં કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના બે સંત ડી. કે. સ્વામી અને ધર્મસ્વરૂપદાસજી મુલાકાત લેશે. મંદિરનું પુન:નિર્માણ કાર્યનો શુભારંભ કરાવશે.મંદિરના કોઈ ટ્રસ્ટી કે સંત 1969 બાદ કરાચી મંદિરની મુલાકાત નથી લીઘી. 147 વર્ષ અગાઉ કાલુપુર સંપ્રદાયના સ્વામીનારાયણ મંદિરની સ્થાપના થઇ હતી. કરાંચી મંદિરમાં મહિલા ઉતારા ભવન, સત્સંગ સભા યોજવાનું પણ આયોજન કરવામાં આવે છે.
147 વર્ષ પહેલા બનેલા મંદિરનો થશે જીર્ણોદ્ધાર
1947માં ભાગલા વખતે ભગવાન સ્વામિનારાયણની એક મૂર્તિ રાજસ્થાનના ઝાલોરના ખાણ ગામમાં લવાઈ હતી. અન્ય એક મૂર્તિ કરાચી મંદિરમાં જ રખાઈ હતી. સીંધ પ્રદેશના હરિભક્તો દ્વારા મંદિરને દાન અપાય છે. પાકિસ્તાનમાં દર વર્ષે એક થી બે કરોડ રૂપિયાનું દાન મળે છે. 147 વર્ષ પહેલાં બ્રિટિશરોએ કરાચીના બંદરઘાટ પર મંદિર માટે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી હતી. લીઝ વધારવા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.