રાજ્યમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ જિલ્લાઓમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો- Video

| Edited By: | Updated on: Dec 19, 2024 | 3:54 PM

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યવાસીઓને ગાત્રો થીજવતી ઠંડીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં લઘુમત તાપમાન ઘટવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં પડતી ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યવાસીઓને ગાત્રો થીજવતી ઠંડીમાંથી આંશિક રાહત મળવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન ઘટવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી નીચુ તાપમાન રહેશે. જામનગર, રાજકોટ, કચ્છા ભાગોમાં આકરી ઠંડી પડી શકે છે. જ્યારે જુનાગઢ, અમરેલીમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. આ તરફ ડિસેમ્બરના અંતમાં જાન્યુઆરીમાં માવઠાની ભીતિ વર્તાઈ રહી છે.

દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની આગાહી

અંબાલાલની આગાહી અનુસાર 26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હિમાલય તરફથી આવતા બર્ફિલા પવનને લીધે ઠંડીનો ચમકારો વર્તાશે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. રાજ્યમાં 23 અને 24 ડિસેમ્બરથી વેસ્ટર્સ ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. જો કે 26 ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળછાયુ કે છાંટા પડવાની શક્યતા રહેશે. 28 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. રાજ્યના કોઈ-કોઈ ભાગોમાં દિવસ દરમિયાન તાપ રહેશે.

13 જાન્યુઆરી બાદ ફરી શીતલહેરની આગાહી

10મી જાન્યુઆરીથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધશે અને 13 જાન્યુઆરીથી અંત સુધીમાં હિમવર્ષા તેમજ માવઠુ થવાની શક્યતા રહેશે. 19 ડિસેમ્બર આસપાસથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળો જણાશે. જામનગર, રાજકોટ અને કચ્છના ભાગોમાં સખત ઠંડી પડવાની શક્યતા છે.

Input Credit- Ravindra Bhadoria- Gandhinagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો