Ahmedabad : રાણીપમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં કર્યા અનેક ખુલાસા, જુઓ Video

| Edited By: | Updated on: Nov 10, 2024 | 1:09 PM

અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં બુટલેગરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે. રાણીપના કાળી ગામના ચિરાગ રાઠોડે પોતાનું જીવન ટુંકાવ્યુ છે.

અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં બુટલેગરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે. રાણીપના કાળી ગામના ચિરાગ રાઠોડે પોતાનું જીવન ટુંકાવ્યુ છે. GST ફાટક રેલવે ક્રોસિંગ નજીક યુવકે ટ્રેન સામે પડતું મૂક્યું છે. પ્રાપ્તથતી વિગત અનુસાર યુવકે આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી.

મૃતકના પિતાએ નોંધાવી હતી બુટલેગર સામે ફરિયાદ

યુવક અને તેના પિતા નિર્દોષ હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોતાના પરિવારને નિર્દોષ સાબિત કરવા આ પગલું ભર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મૃતકના પિતાએ 1 મહિના અગાઉ બુટલેગર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદની અદાવત રાખી બુટલેગર ત્રાસ આપતો હોવાની ચર્ચા છે.

વાડજમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત

બીજી તરફ અમદાવાદના વાડજમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. દરજી કામ કરતા યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજખોરોએ ધાકધમકી આપીને કોરા ચેક પર સહી કરાવી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પૈસા ઉઘરાવી કાર અને એક્ટિવા પણ પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં 9 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

Published on: Nov 10, 2024 12:59 PM