Dwarka : લોકાર્પણ પહેલા જ સિગ્નેચર બ્રિજનો થયો ઉપયોગ, બ્રિજ પર વાહનો જોવા મળ્યા, જુઓ Video

|

Feb 19, 2024 | 10:38 AM

25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થવાનું છે. જો કે લોકાર્પણ પહેલા જ સિગ્નેચર બ્રિજ પર વાહનોની અવરજવર થતી હોય તેવો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

દ્વારકા અને ઓખા વચ્ચે બનેલો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થવાનું છે. જો કે લોકાર્પણ પહેલા જ સિગ્નેચર બ્રિજ પર વાહનોની અવરજવર થતી હોય તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

દ્વારકામાં સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા જ તેનો ઉપયોગ થઇ રહ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ઓખા-દ્વારકા વચ્ચે બનેલા બ્રિજ પરથી કાર પસાર થતી જોવા મળી રહી છે. 4 જેટલા લોકો કારમાં સવાર થઇને સિગ્નેચર બ્રિજ પરથી પસાર થયા હતા. 25 ફેબ્રુઆરીએ PM લોકાર્પણ કરે તે પહેલા જ બ્રિજનો ઉપયોગ થતો જોઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો-ગુજરાતમાં ફેબ્રુઆરીથી જ શરુ થયો ગરમીનો અહેસાસ, 9 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર, જુઓ Video

આ વીડિયોમાં કાર સાથે અન્ય એક ટેમ્પો પણ બ્રિજ પર જોવા મળ્યો. વીડિયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. આ અગાઉ પણ એક બાઇક ચાલકનો વીડિયો વાયરલ થયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video