Rain News : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, નદીઓમાં સર્જાઈ પૂરની સ્થિતિ, નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ, જુઓ Video
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. જેમાં પૂર્ણા, અંબિકા, કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. અંબિકા નદી 23 ફૂટ થયુ છે. જેના કારણે નદીના આસપાસના વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જેના પગલે નવસારીમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. જેમાં પૂર્ણા, અંબિકા, કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. અંબિકા નદી 23 ફૂટ થયુ છે. જેના કારણે નદીના આસપાસના વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભારે વરસાદના કારણે બીલીમોરાના બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. દેગામ વાળાની ચાલના ઘરોમાં પણ પાણી ઘુસ્યા છે. પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રએ આસપાસના ગામના લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.
નવસારી અને વલસાડની નદીઓમાં ઘોડાપૂર
બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની પાર, પૂર્ણા, અંબિકા, કાવેરી, મીંઢોળા, ઔરંગા અને દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે નવસારી અને વલસાડ જિલ્લાના આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે. પૂર્ણા નદીની સપાટી 18 ફૂટ પહોંચી છે. જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. અંબિકા નદીની સપાટી 23 ફૂટ પહોંચી છે. આ નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે. તેમજ કાવેરી નદીની સપાટી 14 ફૂટ પહોંચી છે.ભયજનક સપાટી 19 ફૂટ છે.