Sabarkantha : પ્રમુખ પદની ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર મેદાનમાં ! હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ, જુઓ Video

author
| Edited By: | Updated on: Dec 19, 2024 | 8:33 AM

ભારતમાં તમામ નાગરિકોને સમાન હકો છે તેનું ઉત્તમ ઉદાહરણ સાબરકાંઠાના હિંમતનગરમાં સામે આવ્યું છે. હિંમતનગરમાં એક કિન્નરે પણ ભાજપ સંગઠનમાં જોડાવવા માટે ઝંપલાવ્યું છે. હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે એક કિન્નરે ફોર્મ ભર્યું છે.

સાબરકાંઠામાં ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે લોકોને જોડવાની કામગીરી ચાલી રહી છે. ભારતમાં તમામ નાગરિકોને સમાન હકો છે તેનું ઉત્તમ ઉદાહરણ સાબરકાંઠાના હિંમતનગરમાં સામે આવ્યું છે. હિંમતનગરમાં એક કિન્નરે પણ ભાજપ સંગઠનમાં જોડાવવા માટે ઝંપલાવ્યું છે. સોનલ દે નામના કિન્નરે હિંમતનગર શહેર ભાજપ પ્રમુખ પદે નિયુક્ત થવા માટે ફોર્મ રજૂ કરી દાવેદારી કરી છે.

હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરની દાવેદારી !

કિન્નર સોનલ દેએ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ફોર્મ જમા કરાવી પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે. મહત્વનું છે કે સોનલ દે એક કિલોથી વધુ સોનાના ઘરેણા પહેરતા હોવાથી તેઓ સોનાવાળા માતાજીના નામથી પણ જાણીતા છે. તેમના જણાવ્યા અનુસાર તેઓ શિક્ષિત પણ છે. આ સાથે જ સોનલ દેનું કહેવું છે કે ચૂંટણી પંચે પણ થર્ડ જેન્ડરને માન્યતા આપી હોવાથી મારી રાજકારણમાં રહી લોકોની સેવા કરવાની ઇચ્છા છે.

( વીથ ઈનપુટ- અવનીષ ગોસ્વામી )