આજનું હવામાન : ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જુઓ Video

|

Oct 18, 2024 | 7:58 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાં ભેજ અને ગરમી વધતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાં ભેજ અને ગરમી વધતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 અને 20 ઓક્ટોબરે અમુક જિલ્લામાં ભારેના એંધાણ કરવામાં આવ્યાં છે. 19 ઓક્ટોબરે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 ઓક્ટોબરે અમરેલી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેના એંધાણ છે.જ્યારે દમણ, દાદરાનગર હવેલી, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. 17 થી 24 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો કચ્છ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે સાગરખેડૂઓને સાવચેત રહેવાની સૂચના આપી છે.

Published On - 7:55 am, Fri, 18 October 24

Next Video