Bhavnagar News : ઘોઘા પોલીસ સ્ટેશન નજીક ડ્રગ્સ સાથે ત્રણ લોકો ઝડપાયા, પોલીસે તપાસ હાથ ધરી, જુઓ Video

| Edited By: | Updated on: Sep 24, 2024 | 1:16 PM

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા રહેતા હોવ છે. ત્યારે ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશન નજીક ડ્રગ્સ સાથે ત્રણ લોકો ઝડપાયા છે. SOGએ 7 લાખની કિંમતનું 70.82 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે.

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા રહેતા હોવ છે. ત્યારે ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશન નજીક ડ્રગ્સ સાથે ત્રણ લોકો ઝડપાયા છે. SOGએ 7 લાખની કિંમતનું 70.82 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. હજીરાથી રો-પેક્સ ફેરી સર્વિસના માધ્મથી આરોપીઓ ઘોઘા પહોંચ્યા હતા. ઈકબાલ ચૌહાણ, રાજેશ સોલંકી અને જયેશ ગોહિલની ધરપકડ કરાઈ છે. તેમજ પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના અસલાલીમાં SMCના દરોડા

બીજી તરફ અમદાવાદના અસલાલીમાં SMCના દરોડા પાડ્યા છે. અમદાવાદના પીરાણા સ્થિત ગઢવીના ફાર્મ હાઉસથી દારુ પકડાયો છે. ગોડાઉનમાં 28 લાખથી વધુની કિંમતની બોટલો મળી આવી છે. પોલીસે 21 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત કરી છે. દારૂ સહિત રૂ.43.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી છે. દારૂ મોકલનાર, મંગાવનાર સહિતની તપાસ હાથ ધરી છે.