તાપી : રેલવે ટ્રેકના અન્ડર પાસનું કામ મંથર ગતિએ ચાલતા ડોસવાળા ગામના રહીશો પરેશાન, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jul 25, 2024 | 10:35 AM

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાળા ગામના રહીશો છેલ્લા ઘણા સમયથી પરેશાન છે. અહિંથી પસાર થતા રેલવે ટ્રેકના અન્ડર પાસનું કામ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મંથર ગતિએ ચાલી રહ્યું છે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાળા ગામના રહીશો છેલ્લા ઘણા સમયથી પરેશાન છે. અહિંથી પસાર થતા રેલવે ટ્રેકના અન્ડર પાસનું કામ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મંથર ગતિએ ચાલી રહ્યું છે. જેને પગલે અહીંનો મુખ્ય રોડ વર્ષોથી બંધ હાલતમાં છે.

મુખ્ય માર્ગ બંધ હોવાને લીધે ગામ લોકો વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ આ વૈકલ્પિક માર્ગમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોએ મુખ્ય મથક સોનગઢ શહેર જવા માટે ખુબ હેરાન થવું પડે છે.

આ મુદ્દે સોનગઢ ના ડોસવાળા અન્ડર પાસ ના રેલવે વિભાગના જવાબદાર અધિકારી એચ.એન.યાદવને ટેલિફોનિક પૂછતાં તેઓએ આ મામલે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જોકે ગામમાં તલાટી પોતે સ્વીકારી રહ્યા છે કે કામ ધીમી ગતિએ ચાલે છે અને એટલે લોકો ખુબ હેરાન થાય છે.