સુરત : પડતર માંગણીઓને લઈ તરસાડી નગરપાલિકાના સફાઈકર્મીઓ હડતાળ પર ઉતર્યા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 29, 2024 | 9:25 AM

સુરત : ચૂંટણી ટાણે જ સુરત જિલ્લામાં સફાઈ કામદારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકામાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. 90 સફાઈ કર્મચારીઓ બાકી પગાર સહિતના વિવિધ પડતર પ્રશ્નનો લઈ બે દિવસથી નગરપાલિકા ખાતે હડતાળ પર બેઠાં છે

સુરત : ચૂંટણી ટાણે જ સુરત જિલ્લામાં સફાઈ કામદારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકામાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. 90 સફાઈ કર્મચારીઓ બાકી પગાર સહિતના વિવિધ પડતર પ્રશ્નનો લઈ બે દિવસથી નગરપાલિકા ખાતે હડતાળ પર બેઠાં છે અને જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

સફાઈ કામદારોની માગ છે કે તમામ કામદારોને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવાય, અવસાન થાય તો પરિવારના સભ્યોને તાત્કાલિક નોકરી આપવામાં આવે, બાકી પગાર જેવી વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી કામથી અળગા રહ્યા હતા.નગરપાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો.  આ ઉપરાંત  માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.\

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 29, 2024 09:25 AM