સુરત : બાઈકચાલકને અકસ્માતથી બચાવતા હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો શાતિર ચોર પોલીસના સકંજામાં આવ્યો, જુઓ વીડિયો
સુરત : હેલ્મેટ ન પહેરનારાઓ સામે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આટલું જ નહીં, હેલ્મેટ પહેરનારાઓને ભારે દંડનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વાસ્તવમાં હેલ્મેટ ન પહેરવું એ પહેલાથી જ નિયમો તોડવામાં સામેલ હતું પરંતુ હવે યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરવાનું પણ ટ્રાફિકના નિયમોમાં સામેલ કરવામાં આવ્યું છે.
સુરત : હેલ્મેટ ન પહેરનારાઓ સામે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આટલું જ નહીં, હેલ્મેટ પહેરનારાઓને ભારે દંડનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વાસ્તવમાં હેલ્મેટ ન પહેરવું એ પહેલાથી જ નિયમો તોડવામાં સામેલ હતું પરંતુ હવે યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરવાનું પણ ટ્રાફિકના નિયમોમાં સામેલ કરવામાં આવ્યું છે. હેલ્મેટ પહેરવું ફરજીયાત છે જેથી તમે સુરક્ષિત રહી શકો અને દંડથી બચી શકો છો પણ હેલ્મેટનો સુરતમાં ચોંકાવનારો ઉપયોગ સામે આવ્યો છે.
બાઈકચાલકને અકસ્માતથી બચાવતા હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો શાતિર આરોપી પોલીસના સકંજામાં આવ્યો છે.સુરતના સલાબતપુરા વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવવા માટે હેલ્મેટ પહેરીને ચોરી કરતો શખ્શ ઝડપાયો છે. પોલીસે આરોપી સાવરદાસની ધરપકડ કરી છે.પોતાની ઓળખ સામે ન આવે એટલા માટે આરોપી હેલ્મેટ પહેરીને ચોરીને અંજામ આપતો હતો.