Vadodara Video : કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં SMCના દરોડા, લાખોનો વિદેશી દારુ ઝડપાયો, એકની અટકાયત
વડોદરાના કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં SMCએ દરોડા પાડ્યા હતા. નાગરવાડા પ્રકાશ નગર ઝુપડપટ્ટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. દારુનું અંડર ગ્રાઉન્ડ ભોંયરું ઝડપાયુ છે. જેમાંથી 1,65,080 રુપિયાની 1019 વિદેશી દારુની બોટલ ઝડપાઈ હતી.
રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે વડોદરમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. વડોદરાના કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં SMCએ દરોડા પાડ્યા હતા. નાગરવાડા પ્રકાશ નગર ઝુપડપટ્ટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે.
દારુનું અંડર ગ્રાઉન્ડ ભોંયરું ઝડપાયુ છે. જેમાંથી 1,65,080 રુપિયાની 1019 વિદેશી દારુની બોટલ ઝડપાઈ હતી. SMCના દરોડામાં બુટલેગર નિખીલ કહારની અટકાયત કરવામાં આવી છે. તેમજ અન્ય પ્રશાંત જાદવ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જો કે બુટલેગર નિખીલ કહાર અગાઉ પણ દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો.
અમદાવાદમાંથી ઝડપાયો દારુનો જથ્થો
બીજી તરફ આ અગાઉ પણ અમદાવાદમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. દારુની હેરાફેરી માટે બુટલેગરોએ નવો કિમીયો અજમાવ્યો હતો. વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. PCBએ લાખોનો દારૂનો જથ્થો પકડી પાડયો હતો. 102 વોશિંગ મશીનમાં 7500 દારૂની બોટલો છુપાવીને દારુ લઇ જવામાં આવી રહ્યો હતો.