અમદાવાદ મનપાના વિપક્ષ નેતા તરીકે બીજીવાર ચૂંટાયા શહેઝાદ ખાન પઠાણ, જુઓ Video
અમદાવાદ મનપાના વિપક્ષના નેતા માટે 23 પૈકી 18 કોર્પોરેટરોએ કર્યુ મતદાન. જેમાં શહેઝાદ ખાન પઠાણ ફરી અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા બન્યા.
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણની ફરી વરણી કરવામાં આવી. સતત બીજી વખત વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા છે. કોંગ્રેસ ચૂંટણી પંચના સભ્યોએ કરી પરિણામની જાહેરાત કરી છે.
18 કોર્પોરેટરોએ શહેઝાદ ખાનને આપ્યો મત
કોંગ્રેસના 23 પૈકી 18 કોર્પોરેટરોએ મતદાન કર્યું હતું. શહેઝાદ ખાન પઠાણના સમર્થનમાં તમામ મત પડ્યા. તમામ 18 કોર્પોરેટરોએ શહેઝાદ ખાન પઠાણને મત આપ્યો. કોંગ્રેસના 5 કોર્પોરેટરોએ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
મહત્વનું છે કે રાજશ્રી કેસર, નિરવ બક્ષી, કામીની ઝા, માધુરી કલાપી, કમળાબેન ચાવડાએ મતદાન ન કર્યું. ચૂંટણીમાં શહેઝાદ ખાન પઠાણ અને નિરવ બક્ષીના જૂથે દાવેદારી કરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો