અમદાવાદની 6 વર્ષની તક્ષવી વાઘાણીનું સ્કેટિંગ જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ ! વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ દૃશ્યો

|

Mar 10, 2024 | 5:56 PM

અમદાવાદની તક્ષવી વાઘાણીને સ્કેટિંગ કરતી જુઓ તો તમે આંખનો પલકારો મારવાનુ પણ ભૂલી જાઓ. માત્ર 6 વર્ષની આ બાળકીએ લિમ્બો સ્કેટિંગમાં એવી મહારથ હાંસલ કરી છે કે તેણે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તો નામ નોંધાવી જ દીધુ છે અને હવે તેની તૈયારી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન બનાવવાની છે.

અમદાવાદની તક્ષવી વાઘાણી છે તો માત્ર 6 વર્ષની પરંતુ આ નાનકડી દીકરીએ નાની ઉંમરમાં સ્કેટિંગમાં જે માસ્ટરી મેળવી છે તે ભાગ્યેજ કોઈ કરી શકે. તક્ષવીને સ્કેટિંગ કરતી જુઓ તો તમે વાહ બોલ્યા વિના ભાગ્યે જ રહી શકો. તે ચાર વર્ષની હતી ત્યારથી તેને સ્કેટિંગનો શોખ હતો અને આજે તે તેનો હુનર બની ગયો છે. સ્કેટિંગમાં તક્ષવીએ એટલી કુશળતા મેળવી છે કે જાણે પાણી પર માછલીને તરતી જોઈ લો.

તક્ષવીના રેકોર્ડની જો વાત કરીએ તો લિમ્બો સ્કેટિંગમાં તક્ષવીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જેમા SUV કાર નીચે લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યુ હતુ. હવે તક્ષવી ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા પ્રયાસ કરી રહી છે. આજે રવિવારના દિવસે તક્ષવી હરનીલ વાઘાણીએ 16 સેમી હાઈટ નીચે 25 મીટર લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યુ અને ગિનિસ બુકમાં સ્થાન મેળવવા માટે સબમિટ કરશે.

અતિશય ચેલેન્જિંગ અને મહેનત માગી લેતા લિમ્બો સ્કેટિંગમાં તક્ષવી ઘણી મહેનતથી આગળ વધી રહી છે અને અર્જુનની આંખની જેમ હાલ તેનો ગોલ સેટ છે, જે છે ગિનિસ બુકમાં સ્થાન. ત્યારે તક્ષવીને જલ્દી તેના ગોલ સુધી પહોંચે જ શુભેચ્છા.

આ પણ વાંચો: પોરબંદર કોંગ્રેસમાં એક બાદ એક પડ્યા રાજીનામા, અર્જુન મોઢવાડિયાનો પ્રહાર, ચૂંટણી પછી કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:56 pm, Sun, 10 March 24

Next Video