Sabarkantha Video : વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ, બાળકીના પિતાએ 4 લાખમાં કર્યો હતો સોદો

| Edited By: | Updated on: Dec 23, 2024 | 3:19 PM

સાબરકાંઠાના હિંમતનગરમાંથી બાળ તસ્કરી અને વ્યાજખોરે બાળકી વેચી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં અનેક મોટા ખુલાસાઓ દિવસે દિવસે થઈ રહ્યાં છે. રુપિયા પરત ના કરતા વ્યાજખોરે 7 વર્ષની બાળકીને વેચી હોવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. બાળકીના પિતા અને ભાઈએ જ સોદો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

સાબરકાંઠાના હિંમતનગરમાંથી બાળ તસ્કરી અને વ્યાજખોરે બાળકી વેચી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં અનેક મોટા ખુલાસાઓ દિવસે દિવસે થઈ રહ્યાં છે. રુપિયા પરત ના કરતા વ્યાજખોરે 7 વર્ષની બાળકીને વેચી હોવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. 60 હજાર રુપિયાના વ્યાજની વાત ખોટી હોવાનું સામે આવી રહ્યું છે.

બાળકીના પિતા અને ભાઈએ કર્યો હતો સોદો

બાળકીના પિતા અને ભાઈએ 4 લાખ રુપિયામાં બાળકીનો સોદો રાજસ્થાનના એક વ્યક્તિ સાથે કર્યો હોવાનું સામે આવ્યુ છે. રાજસ્થાનના અલવરના ઉમેદ નટને બાળકી વેચી હોવાનું સામે આવ્યુ છે. બાળકી 18 વર્ષની થાય તે બાદ લગ્ન કરવાનો કરાર કરવામાં આવ્યો હતો.પોલીસે બાળકીની શોધખોળ કરી તેને મેડિકલ ચેક અપ અર્થે મોકલવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 5 મહિના પહેલા બની હતી. બાળકી શાળામાં ન જતા શિક્ષકો દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. તે સમયે બાળકીની માતા ગભરાઈ જતા તેને કોર્ટમાં અરજી કરાવી હોવાનું સામે આવ્યુ હતુ.

શું ઘટના આવી હતી સામે ?

હિંમતનગર નજીક આવેલી સાબર ડેરી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા અને તેની ઉઘરાણી અર્થે મારામારી થઈ હતી અને પછી બે શખ્સો સહિત એક મહિલાએ સાત વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયા. જો કે 60 હજાર રૂપિયાની લેતીદેતી મામલે લગભગ ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો.

 

Published on: Dec 23, 2024 03:03 PM