Rain News : છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, અસહ્ય ગરમીથી મળી રાહત, જુઓ Video

|

Jun 23, 2024 | 10:27 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

છોટાઉદેપુર જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. છોટાઉદેપુરના બોડેલી, ઢોકલીયા, અલીપુરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર પંથકમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વરસતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. જો કે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 3.1 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ વ્યારામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ વલસાડમાં 2.4 ઈંચ વરસાદ વરસ્યો છે. બોડેલી અને નિઝરમાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સાગબારા અને વાપીમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video