Dahod Rain : દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ, જુઓ Video

|

Sep 10, 2024 | 11:21 AM

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી દાહોદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. લીમખેડા, ઝાલોદ અને દેવગઢ બારિયામાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી દાહોદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. લીમખેડા, ઝાલોદ અને દેવગઢ બારિયામાં વરસાદ ખાબક્યો છે.

ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા છે. દેવગઢ બારિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે. ધાનપુરમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કેટલાક તાલુકામાં છુટો-છવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદ વરસી શકે છે. મોન્સુન ટ્રફના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ મંગળવારે એટલે કે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

Next Video