Rain News : છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 7 ઈંચ ખાબક્યો વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 26, 2024 | 11:32 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ વરસે છે. અમરેલીના લીલીયામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

સુરત શહેરમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરામાં 3.4 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 11 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે 39 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજા ફરી એક વાર ગુજરાતને ધમરોળી શકે છે. આગામી 4 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.

આજે નવસારી, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.હવામાન વિભાગે માછીમારોને દરિયો ખેડવાની ના પાડી છે.