Rain Report : છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધારે વાપીમાં 13 ઈંચ ખાબક્યો વરસાદ, જુઓ Video

|

Aug 25, 2024 | 10:24 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાંથી સૌથી વધારે વલસાડના વાપીમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાંથી સૌથી વધારે વલસાડના વાપીમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. 141 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. 27 તાલુકામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કપરાડા, પારડીમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉમરપાડામાં 11 ઈંચ, ખેરગામમાં સાડા 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ વિજાપુર અને વલસાડમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી – પરેશ ગોસ્વામી

બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં 7 થી 8 ઈંચ વરસાદ પડી શકે છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

 

Next Video