Rain News : સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ Video

|

Sep 08, 2024 | 11:57 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. તલોદના વક્તાપુર, ઉજેડીયા, મહિયલ, વાવડી, કેશરપુરા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. પ્રાંતિજ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. જેના પગલે બાકલપુર, કમાલપુર, અમિનપુર, પલ્લચર, પોગલું,પિલુદ્રા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે.

અરવલ્લીમાં મેઘ મહેર

બીજી તરફ અરવલ્લીના ભિલોડા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદ વરસ્યો છે. જેના પગલે યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભિલોડા બસ સ્ટેશન, સ્ટેટ બેન્ક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ ખલવાડ, ભવનાથ, લીલછા, માંકરોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

Published On - 11:53 am, Sun, 8 September 24

Next Video