સાવરકરના ટી શર્ટનો વિવાદ વધુ વકર્યો, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર કર્યા પ્રહાર , જુઓ Video

| Edited By: | Updated on: Aug 16, 2024 | 3:31 PM

સુરેન્દ્રનગરમાં સાવરકરના ટીશર્ટ પર રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ નેતાઓ પર ગુનો દાખલ કર્યા બાદ કોંગ્રેસ આકારા પાણીએ છે. ભાજપ સરકાર પર પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના પ્રહાર કર્યા છે.

સુરેન્દ્રનગરમાં સાવરકરના ટી શર્ટ પર રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ નેતાઓ પર ગુનો દાખલ કર્યા બાદ કોંગ્રેસ આકારા પાણીએ છે. ભાજપ સરકાર પર પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના પ્રહાર કર્યા છે. ઋત્વિક મકવાણાના પ્રહાર કરતા જણાવ્યુ છે કે ફરિયાદ પહેલા જ ગૃહપ્રધાને પોસ્ટ કરી છે. બાળકોના મનમાંથી ગાંધીજીનું નામ ભુંસવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ સાથે ઋત્વિક મકવાણાએ કહ્યું કે આચાર્યને ફરિયાદ માટે આદેશ કરાયા હતા. વૈચારિક અને કાયદાકીય લડત લડવાની વાત કરી છે.

જાણો શું હતી સમગ્ર ઘટના

ચોટીલાથી સાત કિલોમીટર દૂર સાંગાણી પ્રાથમિક શાળામાં તિરંગાયાત્રા નીકળી હતી. આ જ દરમિયાન ત્યાંથી કોંગ્રેસના ન્યાય યાત્રા પણ પસાર થઈ હતી. આમ તો તિરંગો જોઈને સૌ કોઈ ગર્વ સાથે સલામી આપે. પરંતુ બાળકો જે ટી-શર્ટ પહેરી હતી. તે જોઈને કોંગ્રેસના નેતાઓ ભકડી ઉઠ્યા. બાળકોની ટી-શર્ટ પર વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ફોટા હતા. આ ટી – શર્ટ જોતા જ કોંગ્રેસ નેતાઓએ શાળાના શિક્ષકોને ખખડાવીને ટી- શર્ટ ઉતરાવી દીધી હતી.