સંબંધે વેવાઈ એવા ભાજપના 2 નેતાઓની પોલીસ સુરક્ષા વધારાઈ

| Edited By: | Updated on: Dec 31, 2024 | 6:51 PM

છેલ્લા કેટલાક સમયથી ભાજપના આ બન્ને નેતાઓ, અમદાવાદ શહેરમાં બની રહેલા ગેરકાયદે બાંધકામ અને જમીન પચાવી પાડનારાઓ લેન્ડ માફિયાઓ વિરુધ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે. સરકારે ભાજપના આ બન્ને નેતાઓની કામગીરીને ધ્યાને લઈને પોલીસ સુરક્ષામાં વધારો કર્યો છે. સરકારે જેમની પોલીસ સુરક્ષા વધારી છે તે બન્ને સંબંધમાં એકબીજાના વેવાઈ થાય છે.

ભારતીય જનતા પાર્ટીના 2 નેતાઓને અપાયેલ પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ બન્ને નેતાઓ ગેરકાયદે બાંધકામ અને જમીન હડપ કરનારાઓ વિરુદ્ધ ઠેર ઠેર અવાજ ઉઠાવી રહ્યા છે. જો કે એ વાત અલગ છે કે, મહાનગરપાલિકાથી લઈને રાજ્યમાં એક જ પક્ષની વર્ષોથી સરકાર હોવા છતા, અધિકારીઓ અને રાજકારણીઓના મેળાપીપણાથી ગેરકાયદે બાંધકામ અને જમીન હડપવાના કેસ વધી રહ્યાં છે. જેની સામે ભાજપના આ બન્ને નેતાઓ અવાજ ઉઠાવી રહ્યાં છે.

અમદાવાદ ભાજપના બે નેતાઓની પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ બન્ને નેતાઓ, અમદાવાદ શહેરમાં બની રહેલા ગેરકાયદે બાંધકામ અને જમીન પચાવી પાડનારાઓ લેન્ડ માફિયાઓ વિરુધ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે. સરકારે ભાજપના આ બન્ને નેતાઓની કામગીરીને ધ્યાને લઈને પોલીસ સુરક્ષામાં વધારો કર્યો છે. સરકારે જેમની પોલીસ સુરક્ષા વધારી છે તે બન્ને એકબીજાના વેવાઈ થાય છે.

અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અમિત શાહ અને જમાલપુર ખાડીયા વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી ભૂષણ ભટ્ટને પોલીસ સુરક્ષા પુરી પાડી છે. અમિત શાહે, તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીની જમીન પચાવીને તેના ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉઠાવીને તંત્રની આંખ ખોલી હતી. તો બીજી બાજુ ભૂષણ ભટ્ટ, અમદાવાદના કોટ વિસ્તારમાં મહાનગરપાલિકાએ નક્કી કરેલા બાંધકામના નીતિ નિયમોનો સરેઆમ ભંગ કરીને થઈ રહેલા આડેઘડ બાંધકામ સામે અવાજ ઉઠાવ્યો છે.