Surat Rain : ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો, અંબિકા નદી બે કાંઠે વહેતી જોવા મળી, જુઓ Video
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મહુવાના ઉમરા પાસેથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા નદી પર આવેલો મધર ઈન્ડીયા ડેમ છલકાયો છે.
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મહુવાના ઉમરા પાસેથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા નદી પર આવેલો મધર ઈન્ડીયા ડેમ છલકાયો છે. ડાંગના ઉપરવાસમાં વધુ વરસાદ થતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. અંબિકા નદીના ધસમસતા પ્રવાહથી સુરત, નવસારી અને ડાંગને અસર જોવા મળી છે.
વ્યારાની ઝાંઝરી નદી બે કાંઠે
બીજી તરફ વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાંઝરી નદી બે કાંઠે વહી રહી છે. વ્યારામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પર ઝાંઝરીના પાણી ફરી વળ્યા છે. ટિચકિયા ગામે સ્ટેટ હાઈવે પરના પુલ સુધી પાણી પહોંચ્યા છે. પુલ પરથી પસાર થવામાં વાહન ચાલકોને મુશ્કેલી થઇ રહી છે. આંબાપાણી થઈ ડાંગ તરફ જવાનો રસ્તો બંધ કરાયો છે.
Published on: Jul 26, 2024 04:57 PM