Kheda Rain : 108ની ટીમે સગર્ભા મહિલાનું રેસ્ક્યૂ કર્યુ, ઘરે જ આપ્યો હતો બાળકને જન્મ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 28, 2024 | 2:22 PM

ખેડા જિલ્લાના નડિયાદમાં સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નડિયાદના સિલોડ ગામે મોકમપુરા પાટિયાથી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ. મહિલાને દુખાવો થતા ઘરે જ બાળકને જન્મ આપ્યો હતો.

ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લાઓ જળમગ્ન થઇ ગયા છે. મધ્ય ગુજરાતના આણંદ, ખેડા સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓમાં પાણી ભરાઇ જતા લોકોને અવર જવરમાં ભારે હાલાકી થઇ રહી છે. તો ઘણા લોકો તેમના ઘરોમાં જ ફસાઇ ગયા છે. 108 ઇમરજન્સી સેવા અને SDRF, NDRFની ટીમ તેમની મદદે આવી રહી છે.

ખેડા જિલ્લાના નડિયાદમાં સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નડિયાદના સિલોડ ગામે મોકમપુરા પાટિયાથી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ. મહિલાને દુખાવો થતા ઘરે જ બાળકને જન્મ આપ્યો હતો. સારવારની જરૂર હોવાથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. 108 સાથે SDRF અને પોલીસની ટીમે રેસ્ક્યુ કર્યું છે. નવજાત બાળક અને માતાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.