લોકશાહીના મહાપર્વમાં મતદારોનો અનોખા રંગ, કાળઝાળ ગરમીથી બચવા માથે ગાદલા રાખી મતદાન કરવા લાઈનમાં ઉભા રહ્યા, જુઓ Video

| Edited By: | Updated on: May 07, 2024 | 4:32 PM

લોકશાહીના મહાપર્વમાં મતદારોના અવનવા અને અનોખા રંગ જોવા મળી રહ્યા છે. મતદાનમાં કાળઝાળ ગરમીની અસર પણ જોવા મળી છે. પરંતુ જાગૃત મતદારોએ તો તેનો પણ તોડ કાઢી લીધો છે.થરાદમાં કાળઝાળ ગરમીના પગલે લુવાણા કળશ ગામના મતદારો મતદાન મથક બહાર કેટલાક લોકો માથે ગાદલા રાખી લાઈનમાં ઉભા રહ્યાં છે.

લોકશાહીના મહાપર્વમાં મતદારોના અવનવા અને અનોખા રંગ જોવા મળી રહ્યા છે. મતદાનમાં કાળઝાળ ગરમીની અસર પણ જોવા મળી છે. પરંતુ જાગૃત મતદારોએ તો તેનો પણ તોડ કાઢી લીધો છે. બનાસકાંઠાના થરાદમાં કાળઝાળ ગરમીના પગલે લુવાણા કળશ ગામના મતદારો મતદાન મથક બહાર કેટલાક લોકો માથે ગાદલા રાખી લાઈનમાં ઉભા રહ્યાં છે. જેથી તડકો ન લાગે અને ગરમીથી બચી શકાય છે.

ગરમીથી બચાવાનો અનોખો આડિયા શોધી કાઢ્યો છે. જો કે આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક બનાસકાંઠાના અંબાજીમાં વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : Gujarat Election 2024 LIVE Updates: રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો