રુપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય આગેવાને ભાજપના હોદ્દા પરથી આપ્યું રાજીનામું
ક્ષત્રિય સમાજે એક જ માગણી દોહરાવી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આ મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી ક્ષત્રિય સમાજ વિવિધ પ્રકારે આંદોલન કરી રહ્યો છે. આજે આ આંદોલનના ભાગરૂપે, ક્ષત્રિય સમાજમાંથી આવતા, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેવ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. પોતાની ભારે ભૂલ સમજાતા, રુપાલાએ બે વાર માફિ માગી છે. જો કે ક્ષત્રિય સમાજે એક જ માગણી દોહરાવી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આ મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી ક્ષત્રિય સમાજ વિવિધ પ્રકારે આંદોલન કરી રહ્યો છે. આજે આ આંદોલનના ભાગરૂપે, ક્ષત્રિય સમાજમાંથી આવતા, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે.
પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલ વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યો છે. આજે બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી વિજયભાઈ ખાચરે, ક્ષત્રિય સમાજના સમર્થનમાં પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામુ આપતા વિજય ખાચરે કહ્યું કે, આ મુદ્દે સુખદ ઉકેલ જરુરી છે. જ્યા સુધી કોઈ નિરાકરણ ના આવે ત્યા સુધી હોદ્દા પરથી રાજીનામુ આપુ છુ.