આજનું હવામાન : અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા, જુઓ Video

| Updated on: Sep 12, 2024 | 10:26 AM

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદી માહોલ જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સિસ્ટમની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.પંચમહાલ, દાહોદ, લીમખેડા, ગોધરામાં વરસાદની શક્યતાઓ છે.

દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી

આ તરફ વડોદરા, આણંદ, નડિયાદમાં 3થી4 ઇંચ વરસાદની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા સામે આવ્યા છે. દાંતા અને બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. અંબાજીના ડુંગરના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરી છે.

બીજી તરફ પાટણ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કાલથી હળવા વરસાદી આાગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.