Sabarkantha : ઈડરના શિક્ષકે ઉંચા વ્યાજની લાલચમાં લોન લઈને BZ ગ્રુપમાં કર્યું હતુ રોકાણ, જુઓ Video
સાબરકાંઠામાંથી બહાર આવેલા BZ કૌભાંડ કેસમાં વધુ એક ખુલાસો થયા છે. BZ ગ્રુપમાં ઈડરના શિક્ષકે પણ રોકાણ કર્યાનું સામે આવ્યુ છે. પત્નીના નામે લોન લઈ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતુ. ઉંચા વ્યાજની આશાએ શિક્ષકે લોન લઈ રોકાણ કર્યું હતુ.
સાબરકાંઠામાંથી બહાર આવેલા BZ કૌભાંડ કેસમાં વધુ એક ખુલાસો થયા છે. BZ ગ્રુપમાં ઈડરના શિક્ષકે પણ રોકાણ કર્યાનું સામે આવ્યુ છે. પત્નીના નામે લોન લઈ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતુ. શિક્ષકે લોન લઈ ઉંચા વ્યાજની આશાએ રોકાણ કર્યું હતુ. શિક્ષક પરિવારને ગેરમાર્ગે દોરી લાલચ આપીને ફસાવાયો હતો. શિક્ષણ વિભાગે શિક્ષકનું નિવેદન લેતા આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે.
શિક્ષકને ફસાવનારા લોકો સામે કરાશે કડક કાર્યવાહી
શિક્ષણ વિભાગના કર્મચારીએ ગેરસમજજ ફેલાવતા હોવાની આશંકા વ્યક્ત કરી છે. CID તપાસથી બચવા ગેરસમજ ફેલાઇ હોવાની આશંકા છે. એજન્ટ બની શિક્ષક-આચાર્યએ જ ફસાવ્યા હોવાની શંકાએ તપાસ હાથ ધરવામાં આવી છે. શિક્ષકોને કૌભાંડમાં ફસાવનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. BZના રોકાણકાર શિક્ષકો-આચાર્યોના એજન્ટોએ સોશિયલ મીડિયા ગ્રુપ બનાવ્યા હતા. સોશિયલ મીડિયા ગ્રુપ બનાવી રોકાણકારોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.