Jamnagar : દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 23, 2024 | 10:06 AM

દિવાળી પહેલા આરોગ્ય વિભાગે રાજ્યમાં ઠેર - ઠેર તવાઈ હાથ ધરી છે. ત્યારે જામનગરમાં તહેવાર પહેલા આરોગ્ય વિભાગે તવાઈ કરી છે. એક અઠવાડિયામાં 50 સ્થળોએ ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે.

દિવાળી પહેલા આરોગ્ય વિભાગે રાજ્યમાં ઠેર – ઠેર તવાઈ હાથ ધરી છે. ત્યારે જામનગરમાં તહેવાર પહેલા આરોગ્ય વિભાગે તવાઈ કરી છે. એક અઠવાડિયામાં 50 સ્થળોએ ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. દૂધ, પનીર, મીઠાઈ, સુકામેવા, તેલ સહિતના લેવાયા નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટમાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે બાલાજી સ્વીટમાંથી 70 કિલો અખાદ્ય લાડુનો નાશ કરાયો છે.

70 કિલો અખાદ્ય લાડુનો કરાયો નાશ

બાલાજી સ્વીટમાંથી 70 કિલો મોતિચુરના લાડુ જેની કિમંત અંદાજીત 14000 અનહાઈજેનિક કંડીશન જણાતા તેમા પાણી નાખી નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કિષ્ના ગુલાબજાંબુ નામની દુકાન માંથી ગુલાબ જાંબુના 90 બોક્સ કુલ 45 કિલો, તેલ 30 કિલો, ચાસણી 50 કિલો, કુલ જથ્થો 125 કિલો જેની કિંમત અંદાજે 12600 નો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. બેડેશ્વર રિષભ ગૃહ ઉઘોગના ગોડાઉનમાંથી વાસી ખોરાક અને શંકાસ્પદ માવો મળી આવતા નાશ કર્યો છે.જેમાં લાડુ 8 કિલો અને 100 કિલો માવાનો નાશ કરાયો હતો.