Gujarati Video: કપિરાજને પણ લાગ્યો પાણીપુરીનો ચસ્કો, માણસની જેમ લારી પર બેસીને ખાધી પાણીપુરી-જુઓ Video

| Edited By: | Updated on: Jun 20, 2023 | 9:09 PM

Morbi : ટંકારામાં પાણી પુરી ખાતા એક કપિરાજનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાણીપુરીની લારી પર બેસી કપિરાજ પાણીપુરીની મજા માણી રહ્યા છે. જેમ કોઈ માણસ પાણીપુરીનો સ્વાદ માણતો હોય તેમ જ વાનર પણ પાણીપુરી ખાઈ રહ્યો છે

સોશિયલ મીડિયામાં રોજે રોજ અવનવા વીડિયો સામે આવતા હોય છે અને કેટલાંક વીડિયો સૌથી વધારે વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે ફરી એક વાર મોરબીના ટંકારામાં પાણીપુરી ખાતા કપિરાજનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક લારી પર બેસીને કપિરાજ પાણીપુરીની મજા માણી રહ્યા છે. જેમ કોઇ માણસ પાણીપુરીનો સ્વાદ માણતો હોય તેવી રીતે કપિરાજે પણ  પાણીપુરીનો સ્વાદ માણ્યો. આ વીડિયો ટંકારામાં આવેલી દયાનંદ ચોકડી પાસેનો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Morbi: મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો, નીચાણવાળા ગામડાને સતર્ક કરવામાં આવ્યા, જુઓ Video

આમ તો લોકો પાણીપુરીના ચાહકો હોય છે.  અહીં કપિરાજને પણ પાણીપુરીનો ચસ્કો લાગી ગયો હોય તેવું લાગે છે. દયાનંદ ચોકડી પર આવેલી લારી પર બેસીને શાંતિથી પાણીપુરી ખાઇ રહ્યા છે. પાણીપુરી ખાતા કપિરાજને જોઇને એકત્ર થયેલા ટોળામાંથી કોઇ વ્યક્તિએ તેનો વીડિયો ઉતારી લીધો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ  વાયરલ થયો રહ્યો છે.

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jun 20, 2023 09:06 PM