આજનું હવામાન : આગામી 5 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાવાસીઓને મળશે ગરમીથી રાહત, જુઓ Video

|

Jun 06, 2024 | 10:16 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્ય વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે.

આગામી 5 દિવસ વરસાદની આગાહી

આજે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં આગાહી કરવામાં આવી છે. 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં વરસાદની આગાહી પડી શકે છે. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.દાહોદ,નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ માવઠાની શક્યતા કરવામાં આવી છે. 9 જૂન 11 જૂને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની પડી શકે છે.

રાજ્યમાં કેવુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જામનગરમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video