Ahmedabad Video : ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ આવી સામે, પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદના ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકના આપઘાત મામલે ખુલાસો થયો છે. સંચાલક નરેશ પટેલની 18 પાનાની સ્યૂસાઈડ નોટ સામે આવી છે. સ્યૂસાઈડ નોટમાં 5 કરોડની લેતી દેતી મામલે આત્મહત્યા કરી હોવાનો સામે આવ્યો છે.
અમદાવાદના ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકના આપઘાત મામલે ખુલાસો થયો છે. સંચાલક નરેશ પટેલની 18 પાનાની સ્યૂસાઈડ નોટ સામે આવી છે. સ્યૂસાઈડ નોટમાં 5 કરોડની લેતી દેતી મામલે આત્મહત્યા કરી હોવાનો સામે આવ્યો છે. તેમજ આત્મહત્યા કરવા ચાર વ્યક્તિઓ જવાબદાર હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
18 પાનની સ્યૂસાઈડ નોટમાં લખેલી વિગતોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સિંધુભવનમાં આવેલી ઓફિસમાં શાળા સંચાલક નરેશ પટેલે ગળેફાંસો ખાધો હતો. સવારે ઘરેથી ઓફિસ આવ્યા બાદ દરવાજો ગળેફાંસો ખાધો હતો. સમગ્ર મામલે બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સ્યુસાઈડ નોટ 4 વ્યક્તિનો ઉલ્લેખ
લટકતી હાલતમાં નરેશ પટેલનો મૃતદેહ પત્નિ તથા અન્ય લોકોએ ઉતારી ઝાયડ્સ હોસ્પિટલ લઈ ગયા હતા. ઓફિસના કર્મચારીઓ દ્વારા તાત્કાલીક પોલીસને જાણ ન હોતી કરવામાં આવી. ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરતા મામલો સામે આવ્યો હતો.
બોડકદેવ પોલીસે નરેશ પટેલનો ઓફિસમાં સર્ચ કરતા 18 પાનાની સ્યુસાઈડ નોટ મળી હતી. 5 કરોડની લેતી દેતી મામલે આત્મહત્યા કરી હતી. આતમહત્યા માટે જવાબદાર ચાર વ્યક્તિઓનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. 18 પાનાંની સ્યુસાઇડ નોટમાં લખેલી વિગતોના આધારે પોલીસે શરૂ કરી તપાસ હાથ ધરી છે.