ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં પશુ આરોગ્ય સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ થશે, જુઓ વીડિયો
ડાંગ : આદિવાસી પટ્ટી પર આવેલા ગુજરાતના છેવાડાના વિસ્તાર ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં શુ આરોગ્ય સંબંધિત સુવિધાઓ ઉભી કરાઈ છે. સુબીરના બરડીપાડા અને પિપલાઈદેવી પશુ દવાખાનાનું ખાતમુહર્ત કરવામા આવ્યુ હતુ.
ડાંગ : આદિવાસી પટ્ટી પર આવેલા ગુજરાતના છેવાડાના વિસ્તાર ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં શુ આરોગ્ય સંબંધિત સુવિધાઓ ઉભી કરાઈ છે. સુબીરના બરડીપાડા અને પિપલાઈદેવી પશુ દવાખાનાનું ખાતમુહર્ત કરવામા આવ્યુ હતુ.આ ઉપરાંત 1962 પશુ આરોગ્ય હેલ્પલાઇન મોબાઈલ પશુ ચિકિત્સાલય વાનને લીલીં ઝંડી દેખાડી સેવામાં મુકવામાં આવી હતી
પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા બરડીપાડા પશુ દવાખાનુ રૂપિયા 60.43 લાખ તેમજ પિપલાઇદેવી પશુ દવાખાનુ રૂપિયા 88.31 લાખના પશુ દવાખાના માટે ફાળવવામાં આવ્યા છે. સરકાર દ્વારા નવનિર્મિત મકાન બનાવી પશુ આરોગ્યની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડાંગ જિલ્લામાં આવેલા બરડીપાડા તથા આજુબાજુના વિસ્તારના 10 ગામડાઓની સુવિધા માટે મોબાઈલ પશુ ચિકિત્સા વાન પણ શરૂ કરવામા આવી છે. જેને સ્થાનિક અગ્રણીઓએ લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવામા આવી હતી.
Published on: Feb 26, 2024 07:59 AM