બુદ્ધિનું પ્રદર્શન કે બીજુ કંઈ? દાહોદ પોલીસે કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકાર્યો મેમો- Video
દાહોદ ટ્રાફિક વિભાગની કામગીરી સામે સવાલ ઉભા કરતી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને પણ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય. પરંતુ કમનસીબે આવુ બન્યુ છે. દાહોદમાં એક કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઈ મેમો ફટકારવામાં આવ્યો છે.
દાહોદમાં ટ્રાફિક પોલીસને જ નિયમોની જાણ ન હોય તેવો ઘાટ સર્જાયો છે. એક કારચાલકને કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ ઓનલાઈન મેમો ફટકારવામાં આવ્યો. સામાન્ય રીતે કારમાં સીટબેલ્ટ અંગે મેમો આપવામાં આવે છે કે. કોઈ કારચાલક સીટબેલ્ટ ન પહેરે તો દંડ ફટકારાય છે. પરંતુ અહીં તો સીટબેલ્ટ નહીં હેલ્મેટ મામલે કારચાલકને ઈ-મેમો આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા કે કારમાં હેલ્મેટ પહેરવાનો નિયમ ક્યારે લાગુ થયો. સાથે જ ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
થોડા દિવસ અગાઉ મહીસાગરના કડાણામાં રિક્ષાચાલકને સીટબેલ્ટ અંગે મેમો અપાયો હતો. જેના કારણે પોલીસ મજાકનું કારણ બની હતી. રિક્ષાચાલકને સીટબેલ્ટ ન પહેરવાનો મેમો મળ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા.