Breaking News : કલોલમાં અન્ના જિમમાં ધાર્મિક ગીત વગાડવા મુદ્દે બબાલ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 01, 2023 | 11:28 PM

કલોલના નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલ અન્ના જિમમાં ધાર્મિક ગીત વગાડવા મુદ્દે વિધર્મી યુવકોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. બબાલ બાદ બન્ને પક્ષના ટોળા સામ સામે આવી ગયા હતા. જે બાદ ઘટના અંગે પોલીસને જાણ થતાં કલોલ તાલુકા સિટી અને સાંતેજ પોલીસ સહિત જિલ્લા SP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Gandhinagar : કલોલમાં (Kalol) આવેલ અન્ના જિમમાં બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. બબાલ બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મળતી માહિતી અનુસાર જિમમાં ધાર્મિક ગીત વગાડવા મુદ્દે વિધર્મી યુવકો દ્વારા વિવાદ ઉભો કરતા બબાલ થઈ હતી. જે બાદ બન્ને પક્ષના ટોળા સામસામે આવી જતા પોલીસ બોલાવવી પડી હતી.

આ પણ વાંચો Gandhinagar : દહેગામમાં કોરોના સહાય માટેનું બોગસ પ્રમાણપત્રોનું કૌંભાડ, 30 વારસદારોએ ખોટી સહાય લીધી હોવાનો ઘટસ્ફોટ, જુઓ Video

કલોલના નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલ અન્ના જિમમાં ધાર્મિક ગીત વગાડવા મુદ્દે વિધર્મી યુવકોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. બબાલ બાદ બન્ને પક્ષના ટોળા સામ સામે આવી ગયા હતા. જે બાદ ઘટના અંગે પોલીસને જાણ થતાં કલોલ તાલુકા સિટી અને સાંતેજ પોલીસ સહિત જિલ્લા SP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ મામલો શાંત પડી ગયો છે. તકેદારીના ભાગરૂપે વધુ LCB, SOG પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 01, 2023 10:57 PM