Rain News : CM ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે,જુઓ Video
ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા અને મધ્ય ગુજરાતના વડોદરાની મુલાકાતે છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે સચિવ રાજકુમાર પણ હવાઈ માર્ગે મુલાકાતે છે.
વડોદરામાં રાહતકાર્યોની સમીક્ષા બેઠક કરશે
જામનગરમાં જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ તેઓ ખંભાળિયાની પણ મુલાકાત લેશે. છેલ્લા 5 દિવસમાં રાજ્યમાં સૌથી વધુ ખંભાળિયામાં 944 કિમી વરસાદ વરસવાના કારણે સર્જાયેલી સ્થિતિનો જાતે માહિતી મેળવશે. તેમજ મુખ્ય પ્રધાન દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત તેઓ વડોદરામાં પણ રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજવાના છે.
બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદની સ્થિતિની જાણકારી મેળવવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરી છે. મુખ્યપ્રધા ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને PM મોદી સાથે થયેલી વાતચીતની જાણકારી આપી છે. વડોદરાવાસીઓ માટે PM મોદીએ ચિંતા વ્યક્ત કરી છે.