ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો, જુઓ ફિલ્મી ઘટનાનો Video

| Edited By: | Updated on: Oct 04, 2024 | 9:06 PM

અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં ખુલાસો થયો છે કે, કારની ટક્કર મારી સાયકલચાલકની હત્યા કરાઈ હતી. પિતાની હત્યાનો બદલો લેવા કારચાલકે અકસ્માત સર્જ્યાનો ખુલાસો થયો છે. અકસ્માત કરનાર અને મૃતક બન્ને રાજસ્થાનના વતની છે. અકસ્માત કરનાર અને મૃતકના પરિવાર વચ્ચે અદાવત હોવાનું ખૂલ્યું.

2002માંરાજસ્થાનમાં પિતાની થયેલી હત્યાનો બદલો 2024માં લીધો હોવાની ઘટના બની છે. અકસ્માત કરી હત્યા નિપજાવી, પોલીસ ચોપડે અકસ્માતની નોંધ થઈ અને પછી આ સમગ્ર ભાંડો ફૂટ્યો.

તા 1 સપ્ટેમ્બરના રોજ બોડકદેવ જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ સામે અકસ્માતની ઘટના બની હતી. જે બાબતે “N” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતનો ગુનો દાખલ થયો હતો.

30 વર્ષીય ગોપાલસિંહ ભાટી એ બોલેરો કાર દ્વારા ટક્કર મારી સાયકલ સવાર 50 વર્ષીય નખતસિંહ અર્જુનસિંહ ભાટીનું મોત નિપજાવેલ
એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય અકસ્માત સમજી તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. મરનાર અને આરોપી બને રાજસ્થાનના હોવાથી એન ડિવિઝન ટ્રાફિક PI એસ એ ગોહિલને શંકા ગઈ અને તપાસ આગળ વધી.

સાઈકલને પાછળથી ટક્કર મારી મોત નિપજાવ્યું

મરનાર તથા અકસ્માત કરનાર બન્ને વચ્ચે જુની અદાવત ચાલતી હતી, જેમાં મારનારે સને-૨૦૦૨ ની સાલમાં આ અકસ્માત કરનાર બોલેરો નંબર-GJ-08-BS-6183 ના ચાલક ગોપાલસિંહ ભાટીના પિતા હરિસિંહ ખુશાલસિંહ ભાટીનુ તેમના વતન રાજસ્થાન માં ખુન કરેલ હોય જેનો બદલો લેવા આયોજન પૂર્વક અકસ્માત કરી હત્યા કરી હતી.

ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલો બોડકદેવ પોલીસને સોંપવા કાનૂની કાર્યવાહી કરી. મરનાર નખતસિંહ અર્જુનસિંહ ભાટી થલતેજ અમદાવાદ શહેરનો છે. જે મુળ વતન ગામ બડોડા તાલુકો જેસલમેર રાજસ્થાન છે.

2002માં રાજસ્થાન માં શુ ઘટના બની હતી ?

  • અકસ્માત નો ભોગ બનેલા તખ્તસિંહે કોની હત્યા કરી હતી?
  • હત્યા સુધી મામલો કેમ પહોંચ્યો હતો
  • બોડકદેવ માં અકસ્માત માં મોત ને ભેટેલ તખતસિંહ અને તેના કુટુંબીઓ વર્ષ 2002માં રાજસ્થાન માં હરિસિંહ ની હોટેલ માં જમવા ગયો હતો, જ્યાં હરિસિંહ ભાટી સાથે તખતસિંહ અને તેના ભાઈઓ ને ઝગડો થયો હતો, ઉશ્કેરાયેલા તખતસિંહ અને તેના કુટુંબી ભાઈઓ એ આ ઝગડા ને ઉગ્ર સ્વરૂપ આપ્યું અને જીપ થી અકસ્માત સર્જી હરિસિંહ ને મોત ને ઘાટ ઉતારી દીધો..
  • આ અંગે રાજસ્થાન પોલીસે કાર્યવાહી કરી તાખતસિંહ સહિત તમામ આરોપીઓ ની ધરપકડ થઈ હતી, અને 7 વર્ષ ની સજા થઈ હતી, તખતસિંહ સહિત ના આરોપીઓ સજા પૂર્ણ કરી જેલ બહાર આવી ગયા હતા
  • તખતસિંહ ત્યાર બાદ ત્રણ વર્ષ પૂર્વે રાજસ્થાન થી ગુજરાત આવી ગયો અને અહીં બે જુદી જુદી જગ્યા એ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

2002 માં માર્યા ગયેલા હરિસિંહનો પુત્ર ગોપાલ સિંહ બદલાની આગમાં ધગધગતો હતો. પિતાના મોતનો બદલો એજ સ્ટાઇલ થી લેવા માટેના આયોજન ના ભાગ રૂપે તે થોડા દિવસ પૂર્વે રાજસ્થાન થી અમદાવાદ આવ્યો. એક હોટેલ માં રોકાયો. તાખતસિંહની ગતિવિધિઓ ની રેકી કરી અને ત્યાર બાદ તે પરત ગયો.

બનાસકાંઠાના ડીસા માંથી તેને રૂપિયા 9 લાખમાં કાર નો સોદો કર્યો. એક લાખ રૂપિયા એડવાન્સ આપ્યા અને બાકીની રકમ બાદમાં ચૂકવવાનું કહી કાર લઈ ડીસા થી અમદાવાદ આવી ગયો અને આયોજન પૂર્વક કાર થી ટક્કર મારી તખ્તસિંહે નું ઢીમ ઢાળી દીધું.

 

Published on: Oct 03, 2024 09:18 PM