Ahmedabad Video : બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ ‘મેરા ભાઈ’ હેલ્પલાઈન, ફોનની 10 મિનિટમાં મળશે મદદ
અમદાવાદના બજરંગદળ દ્વારા હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. ખાસ બહેનોની મદદ માટે મેરાભાઈ નામની હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન મહિલાઓને કોઈ પણ મુશ્કેલીમાં મુકાયેલી બહેનો સંપર્ક કરશે તેની 10 મીનીટમાં મદદનો બજરંગદળનો દાવો કરવામાં આવ્યો છે.

‘મેરા ભાઈ’ હેલ્પલાઈન નંબર કર્યો જાહેર
છેડતી કે અન્ય મુશ્કેલીના સંજોગોમાં બહેનો બજરંગદળ દ્વારા આપવામાં આવેલી હેલ્પલાઈન નંબર – 8735873595 પર કોલ કરી શકશે. નવરાત્રી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની બહેનો દ્વારા ચેકિંગ કરાશે. તિલક કરીને જ નવરાત્રીના આયોજનમાં ખેલૈયાઓને પ્રવેશ અપાશે. ગરબામાં કોઈ પણ વિધર્મી ન પ્રવેશે તેનું ધ્યાન રાખવા આયોજકોને ચેતવણી આપવામાં આવી છે. મુસીબતમાં મુકાતી બહેનોને મદદ મળી તે માટે હેલ્પલાઈન શરુ કરી છે.