Morbi Rain : હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા, 11 ગામને અપાયું એલર્ટ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 02, 2024 | 1:32 PM

ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા છે. ડેમના દરવાજા ખોલતા 11 ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે.

ગુજરાતમાં ભારે વરસાદ પડતા મોરબીના હળવદ ખાતે આવેલા બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા છે. ડેમના દરવાજા ખુલતા 11 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે . ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ પાણીથી છલોછલ ભરાઈ આવ્યો છે. જેના પગલે બ્રાહ્મણી ડેમના 5 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે.

ડેમમાં 4397 ક્યુસેક પાણીની આવકની સામે 4497 ક્યુસેક પાણીની જાવક થઈ છે. મોરબીના હળવદ ખાતે આવેલા ગામોમાં સુસવાવ,ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢને એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત મોરબીના ખોડ, કેદારીયા, ચાંડધ્રા, અજીતગઢ, રાયસંગપુર ગામને પણ એલર્ટ આપવામાં આવ્યુ છે. બીજી તરફ મચ્છુ ડેમનો એક દરવાજો પણ ખોલવાની ફરજ પડી છે.

છેલ્લા 24 કલાકમાં વંથલીમાં 14.5 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ સાડા 14 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વિસાવદરમાં સાડા 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે.