ભરૂચના દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજથી આગ લાગતા 4ના મોત

| Edited By: | Updated on: Dec 29, 2024 | 1:49 PM

દહેજની જીએફએલ કંપનીના CMS પ્લાન્ટમાં સર્જાયેલ દુર્ઘટનાની ગંભીરતા જોતા, એસ ડી એમ અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોચી ગયા હતા. જ્યા તેમણે સમગ્ર બનાવ અંગે યોગ્ય તપાસ અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવા માટે સૂચનાઓ આપી હતી. તો બીજી બાજુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આ દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ફેકટરીમાં ગેસ લીકેજની ઘટનાનો સમગ્ર ચિતાર મેળવ્યો હતો.

ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલ જીએફએલ કંપનીમાં ગેસ લીકેજ થયા બાદ લાગેલ આગમાં બળીને ચાર કામદારોના મોત થયા છે. જીએફએલ કંપનીના CMS પ્લાન્ટમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. વાલ્વ લીકેજ થતા કામદારોને ગેસ ગળતર બાદની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આ ઘટનાને લઈને દહેજ એસડીએમ એ યોગ્ય તપાસ અને વળતર માટેની સૂચનાઓ આપી હતી. જી એફ એલ કંપનીએ, મૃતક કામદારના નજીકના પરિવારજનને રૂપિયા 25 લાખ વળતર પેટે આપવાની જાહેરાત કરી હતી.

ઔદ્યોગિક કોરીડોરમાં આવેલ ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત, જીએફએલ કંપનીમાં એક અકસ્માત સર્જાયો હતો. જીએફએલ કંપનીના CMS પ્લાન્ટમાં ગેસનો વાલ્વ લીકેજ થતા ગંભીર બનાવ બન્યો હતો. વાલ્વ લીકેજના કારણે પ્રસરેલા ગેસથી એકાએક આગની જ્વાળાઓ ઉઠી હતી. જેમાં કામદારો ચપેટમાં આવી જતા ચાર કામદારના મોત થયા છે.

દહેજની જીએફએલ કંપનીના CMS પ્લાન્ટમાં સર્જાયેલ દુર્ઘટનાની ગંભીરતા જોતા, એસ ડી એમ અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોચી ગયા હતા. જ્યા તેમણે સમગ્ર બનાવ અંગે યોગ્ય તપાસ અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવા માટે સૂચનાઓ આપી હતી. તો બીજી બાજુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આ દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ફેકટરીમાં ગેસ લીકેજની ઘટનાનો સમગ્ર ચિતાર મેળવ્યો હતો.

Published on: Dec 29, 2024 01:47 PM