Ahmedabad: ધોલેરા પીપળી ચોકડી પાસે બે ટ્રક વચ્ચે ટક્કર, ત્રણના મોત, જુઓ Video
અમદાવાદના ધોલેરા પીપળી ચોકડી પર સવારે 6 કલાકના સુમારે અકસ્માત સર્જાયો હતો.થોડુ અંધકરામય વાતાવરણ હોવાના કારણે બે ટ્રકની સામ સામે ટક્કર થઇ હોવાની માહિતી છે. બંને ટ્રકની ટક્કર થતા બંને ટ્રક ચાલકના મોત થયા છે.
અમદાવાદમાં ધોલેરા પીપળી ચોકડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો. બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ઘટનાસ્થળે જ 3 લોકોના મોત થયા છે. બંને ટ્રકના ડ્રાઈવર તથા અન્ય એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.
અમદાવાદના ધોલેરા પીપળી ચોકડી પર સવારે 6 કલાકના સુમારે અકસ્માત સર્જાયો હતો. થોડુ અંધકારમય વાતાવરણ હોવાના કારણે બે ટ્રકની સામ સામે ટક્કર થઈ હોવાની માહિતી છે. બંને ટ્રકની ટક્કર થતા બંને ટ્રક ચાલકના મોત થયા છે. તો અન્ય એક વ્યક્તિનું પણ મોત થયુ હોવાની માહિતી સામે આવી છે. જે સંભવત: ક્લિનર હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ 108ને કોલ કરીને ઘટના અંગેની માહિતી આપી હતી. 108 તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, જો કે ત્યાં સુધીમાં ત્રણેયના મોત નિપજ્યા હતા.જે પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. ધોલેરા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો