સુરતના અમૃતયા સ્પા એન્ડ સલૂનમાં આગની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ફાયર વિભાગે ફોર્ચ્યુન મોલની બિલ્ડિંગને ફાયર NOC 15 ઓક્ટોબરે આપી હતી. NOC આપતા સમયે ફાયર સેફ્ટીની બાબતો અંગે ધ્યાન ન રાખ્યાનો ખુલાસો થયો છે. ફાયરના સાધનો, એક્ઝિટનો રસ્તો અને હવાની અવરજવર અંગે તપાસ ન કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પૈસાના દબાણમાં આવી ફાયર NOC આપી હોવાના આક્ષેપ છે. ઘટના સમયે એક્ઝિટનો રસ્તો નથી તેવુ ધ્યાને આવ્યુ તો NOC આપતા સમયે કેમ નહીં ? સ્પા એન્ડ સલૂનને એક વર્ષ પહેલા જ ફાયર સેફટીને લઈને નોટિસ આપવામાં આવી હતી. ફોર્ચ્યુન મોલમાં જિમમાં પાર્ટિશન કરીને સ્પા ચાલાવવામાં આવતુ હોવાનો પણ ખુલાસો થયો છે. જીમમાં લાગેલી આગ સલૂન સુધી પ્રસરતા ગૂંગળામણથી 2 યુવતીના મોત થયા હતા.
Published On - 3:01 pm, Thu, 7 November 24