Ahmedabad : વટવા પોલીસે 3.60 કરોડની કિંમતનો 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, જુઓ Video
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે અમદાવાદના વટવા પોલીસે હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપ્યો છે. વટવા પોલીસે બાતમીના આધારે 3.60 કરોડની કિંમતનો 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે.
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે અમદાવાદના વટવા પોલીસે હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપ્યો છે. વટવા પોલીસે બાતમીના આધારે 3.60 કરોડની કિંમતનો 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. મોરબીના યોગેશ પટેલ નામના શખ્સ પાસેથી કરોડો રુપિયાનો ગાંજો મળી આવ્યો છે. પોલીસે યોગેશ પટેલ, નિધિ અને સાયલી નામની મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી 15 કિલો ગાંજો ઝડપાયો
તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ પર 15 કિલો હાઇબ્રિડ ગાંજો પકડાયો હતો. DRI દ્વારા અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી હાથ ધરીને ગાંજો પકડી પાડ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાઇબ્રિડ ગાંજાની કિંમત 15 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. DRI ને મળેલી માહિતી અનુસાર 10 એરટાઈટ પોલિથિન બેગમાં ગાંજો સંતાડવામાં આવ્યો હતો. મારિજુઆના તરીકે ઓળખાતો 9.2 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. અન્ય એક ઓપરેશનમાં DRI એ થાઈ નાગરિકને 6 કિલો હાઈડ્રોપોનિક વીડ સાથે ઝડપી પડ્યો હતો.