Gandhinagar : કલોલના કસ્તુરીનગરમાં ગરબા બાબતે માથાકૂટ, 15 શખ્સોએ બે ભાઈ પર હુમલો કરતા એકનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 09, 2024 | 4:59 PM

નવરાત્રીમાં ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ગરબાની રમઝટ બોલાવતા હોય છે. ત્યારે ગાંધીનગરના કલોલમાં ગરબાની મજા મોતમાં ફેરવાયાની ઘટના બની છે. કલોલના કસ્તુરીનગરમાં ગરબા બાબતે માથાકૂટ થઈ હતી. જ્યાં 15 જેટલા લોકોએ 2 ભાઈ પર હુમલો કર્યો હતો.

છરીથી હુમલો કરતા એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગરબામાં બોલાચાલી બાદ 15 લોકોએ 2 ભાઈઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યુ છે. પોલીસે હાથ 15 શખ્સની ધરપકડ કરી છે. જ્યારે આ સંપૂર્ણ ઘટનાની જાણ પોલીસને થતા DySP, PI સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.

અમદાવાદમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓ વચ્ચે થઈ મારામારી

બીજી તરફ અમદાવાદના સોલાના માંગલ્ય પાર્ટી પ્લોટમાં મારામારીની ઘટના બની હતી. પાસ મુદ્દે આયોજકો અને ખેલૈયાઓ વચ્ચે મારામારી થઈ હતી. ફોર સિઝન ઈવેન્ટમાં 20 થી 25 આયોજકો પર મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ સોલા પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. સોલા પોલીસે 8 થી 10 લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. ભોગ બનનારની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો હતો.

( વીથઈનપુટ – હિમાંશુ પટેલ, ગાંધીનગર ) 

Published on: Oct 09, 2024 04:06 PM