GUJARAT : હડતાળ પર ઉતરેલા રેસીડેન્ટ ડોકટરોને હોસ્ટેલ ખાલી કરવાના આદેશ અપાયા, જાણો શું કહ્યું DyCM નીતિન પટેલે

|

Aug 08, 2021 | 8:15 AM

ડોક્ટરો પણ આ મુદ્દાને પોતાનો સ્વમાનનો મુદ્દો ગણાવી રહ્યા છે અને પોતાની હડતાળ પર મક્કમ છે. સાથે જ ડોક્ટરો હજી હોસ્ટેલમાં છે અને કેટલાક ડોક્ટરોએ તો હોસ્ટેલ છોડવાની તૈયારી પણ બતાવી છે.

GUJARAT : રાજ્યભરમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ સતત ગુંજી રહી છે..ડોક્ટર્સ પોતાની માગ પર અડગ છે તો સરકારે પણ આ માગ ખોટી હોવાનું પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.દરમિયાન સરકારે હડતાળ કરનારા રેસિડેન્ટ ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવાનો ઓર્ડર કર્યો છે. તો સામે ડોક્ટરો પણ આ મુદ્દાને પોતાનો સ્વમાનનો મુદ્દો ગણાવી રહ્યા છે અને પોતાની હડતાળ પર મક્કમ છે. સાથે જ ડોક્ટરો હજી હોસ્ટેલમાં છે અને કેટલાક ડોક્ટરોએ તો હોસ્ટેલ છોડવાની તૈયારી પણ બતાવી છે. તેમનું કહેવું છે કે કોરોના કાળમાં તેમણે દિવસરાત જોયા વગર દર્દીઓની સેવા કરી છે, ત્યારે આ જ સરકારે અમારી વાહવાહ કરી હતી અને હવે સામે પડી છે, પરંતુ ડોક્ટર્સ તમામ સંઘર્ષ માટે તૈયાર છે.

સરકારના કડક વલણ સામે હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સના પ્રતિનિધિઓએ પોતાના ત્રણ મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા.તેમણે કહ્યું કે તેઓ સરકારના પૈસે નહીં પ્રજાના પૈસે સેવા કરી રહ્યા છે.આ સિવાય તેમની બોન્ડની 1:2 ની શરતોને માનવામાં આવે અને આરોગ્ય કમિશ્નરે તેમના સ્વમાનને ઠેસ પહોંચાડી હડધૂત કર્યા છે તેમનું રાજીનામુ લેવામાં આવે.

આ તરફ સાબરકાંઠા પહોંચેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે સરકારે તેમને પ્રજાના પૈસાથી નજીવી ફીના ખર્ચાથી ડોક્ટર બનાવ્યા છે.આ પ્રકારના પગલાંથી તેમની કારકિર્દીને પોતે જ નુકસાન પહોંચાડી રહ્યા છે.

આ પણ વાંચો : GUJARAT : સરકારી શાળાનું વધતું મહત્વ, આ વર્ષે 61,000 જેટલા બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

આ પણ વાંચો : AHMEDABAD : પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યા, અમરાઈવાડીમાં 32 વર્ષીય યુવાનની અંગત અદાવતમાં હત્યા

Next Video