Narmada : માંગણીઓ ન સંતોષાતા કેવડિયા ગામનો યુવાન મોબાઇલના ટાવર પર ચઢ્યો, જુઓ Video

|

Sep 14, 2024 | 12:28 PM

નર્મદા જિલ્લાના કેવડિયામાં માગણીઓ પુરી ન થતા એ યુવકે હદ જ વટાવી દીધી. યુવક માગણીઓ ન સંતોષાતા મોબાઇલના ટાવર પર ચઢી ગયો હતો. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. યુવક મોબાઇલના ટાવર પર ચઢી જતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ.

નર્મદાના કેવડિયા ગામનો યુવાન માંગણીઓ ન સંતોષાતા તે ટાવર પર ચઢ્યો હતો. બે દિવસ પહેલાં નર્મદાના કલેક્ટરને તેણે પોતાની માગણીઓને લઇને આવેદન પત્ર આપ્યુ હતુ. જે પછી જમીનનું વળતર ચૂકવવા માટે કલેક્ટરને બે દિવસની બાહેંધરી આપી હતી. બે દિવસ થવા છતાં જવાબ નહીં મળતા ગણપત શંકર તડવી નામના યુવકે આ પગલું ભર્યુ હતુ.

સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો હાલ ટાવર પર ચઢી તંત્રને દોડતું કરનાર શખ્સની જમીનના વળતર અંગે માથાકૂટ ચાલી રહી છે. યુવાનની જમીન કેવડિયાના રેલવે સ્ટેશનની સામે બનેલ પાર્કિંગમાં ગઈ છે. પરંતુ, હજુ સુધી યુવાનને તેનું વળતર ચુકવાયું નથી. તેણે આ અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કલેક્ટરે 2 દિવસમાં સમસ્યાના નિકાલની વાત પણ કરી હતી. સમસ્યાનો નિકાલ નહીં આવતા ગણપત શંકર તડવી નામનો યુવાન ટાવર પર ચઢી ગયો છે. યુવાનને નીચે ઉતારવા નર્મદા પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી.

Published On - 12:27 pm, Sat, 14 September 24

Next Video