Mehsana : વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ , પોલીસે હાથ ધરી કાર્યવાહી, જુઓ Video

|

Oct 30, 2024 | 2:53 PM

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે મહેસાણામાં વિસનગરના બાસણામાં મહિલાઓની જનતા રેડ પાડી છે. દેશી દારુના અડ્ડા પર મહિલાઓએ રેડ પાડી હતી. મહિલાઓની રેડ બાદ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી.

વિસનગર તાલુકા પોલીસે રેડ કરી બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ઠાકોર પ્રહલાદજી ફુલાજી નામના બુટલેગર સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસ ફરિયાદ નોંધાતા બુટલેગર ફરાર થયો છે. પોલીસ હપ્તા લેતી હોવાનો મહિલાઓનો આરોપ લગાવ્યો છે.

દારૂ ભરેલી કાર ખેતરમાં ઘૂસી !

બીજી તરફ આ અગાઉ વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર દારૂ ભરેલી કાર ખેતરમાં ઘૂસી હોવાની ઘટના બની હતી. વિદેશી દારૂનો જથ્થો લઈ જતી કારનો વડુ પોલીસે પીછો કર્યો હતો. હાઈવે પરથી પસાર થતી કારને પોલીસે બન્ને તરફથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પીછો કરતી પોલીસથી બચવા બુટલેગરે કાર ખેતરમાં ઉતારી હતી. કારને ખેતરમાં જ મુકી બુટલેગર ફરાર થયો હતો. પોલીસે દારુનો જથ્થો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Video