વડાપ્રધાન પછી પહેલા મતદાર, PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં PM મોદીએ મતદાન કર્યું. તેઓ વહેલી સવારે જ મતદાનમથકે પહોંચી ગયા હતા. મતદાન મથક પર વડાપ્રધાન મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દૂર દૂર સુધી લાંબી કતાર પણ જોવા મળી હતી. ઢોલ નગારા સાથે સ્થાનિકોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં આવેલી અંબિકા ચાર રસ્તા પાસેની નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું. તેઓ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા. મતદાન મથક પર વડાપ્રધાન મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દૂર દૂર સુધી લાંબી કતાર પણ જોવા મળી હતી. ઢોલ નગારા સાથે સ્થાનિકોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
મતદાન કરવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓળખકાર્ડને બરાબર ચકાસ્યા બાદ જ ચૂંટણી અધિકારીએ આગળની પ્રોસેસ કરી હતી અને વડાપ્રધાને પોતાનો મત આપ્યો હતો. વડાપ્રધાન હોવા પહેલા એક મતદાર હોવાની ફરજ PM મોદીએ નીભાવી હતી. તો ચૂંટણીઅધિકારીએ પણ તેમનું ઓળખકાર્ડ સામાન્ય નાગરિકની જેમ જ તપાસ્યું હતું.
PMની મુલાકાતને લઇને રાણીપની નિશાન સ્કૂલ ખાતે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. વડાપ્રધાન મોદી સાથે અમિત શાહ પણ હાજર રહ્યા હતા. સાથે જ વડાપ્રધાને લોકોનું અભિવાદન જીલી રેકોર્ડ તોડ મતદાન કરવા અપીલ પણ કરી હતી.
આ પણ વાંચો મતદાન પહેલા 7.41 મિનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોને આપ્યો ઓટોગ્રાફ, જુઓ Photos