હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડી શકે છે ધોધમાર, અતિ ભારે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. આગાહી મુજબ રાજ્યમાં 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન એટલે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં રાજ્યમાં ભારે વરસાદના એંધાણ છે.
રાજ્યમાં વરસાદનો હજુ એક રાઉન્ડ જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તારીખ 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 13 સપ્ટેમ્બરથી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટા છવાયો વરસાદ થશે. પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. પંચમહાલ, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે.
નવરાત્રિમાં પણ નડી શકે છે વરસાદનું વિઘ્ન
અંબાલાલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટા છવાયા વરસાદની શક્યતા છે. જુનાગઢ. અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં વરસાદ થશે. 27 સેપ્ટમ્બર થી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શકયતા રહેશે.જેની અસર નવરાત્રિ દરમિયાન પણ જોવા મળશે. નવરાત્રી દરમિયાન છૂટા છવાયા વરસાદી ઝાપટા થવાની શક્યતા છે. કચ્છમાં પવનનું જોર વધારે રહેશે
Input Credit- Ravindra Bhadoria- Gandhinagar
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો