VNSGU યુનિવર્સિટીની અનોખી પહેલ, નવા ભવનના નિર્માણ પહેલા સ્થળ પર થશે ગીર ગાયોની સેવા, જુઓ-Video

| Edited By: | Updated on: Nov 29, 2024 | 12:11 PM

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવું ભવન તૈયાર કરતા પહેલા અનોખો નિર્ણય લેવાયો છે જે મુજબ નવું ભવન બનાવતા પહેલા સ્થળ પર ગાયો રાખી સેવા કરવામાં આવશે. જે બાદ નવું ભવન બનશે

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અનોખી પહેલ હાથ ધરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવું ભવન તૈયાર કરતા પહેલા અનોખો નિર્ણય લેવાયો છે જે મુજબ નવું ભવન બનાવતા પહેલા સ્થળ પર ગાયો રાખી સેવા કરવામાં આવશે. જે બાદ નવું ભવન બનશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અનોખી પહેલ

મળતી માહિતી મુજબ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા 5 જેટલી ગીર ગાયોને લાવી 3 મહિના સુધી તેમની સેવા કરવામાં આવશે જેથી ભવનના નિર્માણ પહેલા તે જગ્યા પર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઇ શકે અને 3 મહિના બાદ તે ભવનની કામગીરી શરુ કરવામાં આવશે. આ માટે આગામી મહિનામાં ગાયો લાવવાની કવાયત શરૂ કરાશે. મહત્વનું છે 27 કરોડના ખર્ચે યુનિવર્સિટીનું નવું ભવન તૈયાર કરવામાં આવી રહ્યું છે તે પહેલા યુનિવર્સિટી દ્વારા લેવાયેલો નિર્ણય ચર્ચામાં છે.

યુનિવર્સીટી થશે ગાયોની સેવા

ગીર ગાયો યુનિવર્સીટી ભવન સ્થળ પર રાખી સતત ત્રણ મહિના સેવા-પૂજા કરાશે. જેથી સકારત્મક ઉર્જા ઉત્પન્ન થાય અને તે બાદ ભવનનું નિર્માણ થતા તે ભવનમાં સકારાત્મક ઊર્જા બની રહે તેમજ યુનિવર્સીટીના કામોમાં પરેશાની ના આવે અને ભવન પવિત્ર થાય તે માટે આ અનોખી પહેલ યુનિવર્સીટી દ્વારા કરવામાં આવી છે. આ માટે યુનિવર્સિટી કામધેનુ ચેર બનાવી ગાયની સેવાની સાથે તેમના પર સંશોધન કરવામાં આવશે.